મન કી બાત: પીએમ મોદીએ શીખ ગુરુઓને કર્યા નમન, કહ્યું- 'આપણે તેમની શહાદતના કરજદાર'
પીએમ મોદીએ કહ્યું કે પડકારો ખુબ આવ્યા, સંકટ પણ અનેક આવ્યા, કોરોનાના કારણે દુનિયામાં સપ્લાય ચેનને લઈને અનેક વિધ્નો આવ્યા. પરંતુ આપણે દરેક સંકટથી નવો પાઠ ભણ્યા.
Trending Photos
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા(Farm Laws) વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આકાશવાણી પર પ્રસારિત થતા કાર્યક્રમ 'મન કી બાત' (Mann Ki Baat) દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આ કાર્યક્રમની આજે 72મી શ્રેણી હતી. પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું કે 'મન કી બાત' માટે આ મહિને અનેક પત્રો મળ્યા છે. તમે Mygov પર જે સૂચનો મોકલો છો તે પણ મારી સામે છે. અનેક લોકોએ ફોન પર મને પોતાની વાત જણાવી છે. મોટાભાગના સંદેશાઓમાં વીતેલા વર્ષના અનુભવો, અને 2021 સાથે જોડાયેલા સંકલ્પ છે.
પીએમ મોદીએ કહ્યું કે આપણો દેશ 2021માં સફળતાના અનેક શિખરો સ્પર્શે, દુનિયામાં ભારતની ઓળખ વધુ સશક્ત થાય, તેનાથી મોટી કામના શું હોઈ શકે. તેમણે કહ્યું કે મુંબઈના અભિષેકજીએ નમો એપ પર એક મેસેજ પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું છે કે 2020એ જે જે દેખાડ્યું, જે જે શીખવાડ્યું તે ક્યારેય વિચાર્યું નહતું. કોરોના સંબંધિત તમામ વાતો લખી છે. કોરોના અને જનતા કરફ્યુ પર વાત કરતા તેમણે કહ્યું કે જ્યારે જનતા કરફ્યુ જેવો અભિનવ પ્રયોગ, સમગ્ર વિશ્વ માટે પ્રેરણા બન્યો, જ્યારે તાળી-થાળી વગાડીને દેશે આપણા કોરોના વોરિયર્સનું સન્મા નકર્યું, એકજૂથતા દેખાડી, તેને પણ અનેક લોકોએ યાદ કરી છે. મે દેશમાં આશાનો એક અદભૂત પ્રવાહ પણ જોયો છે.
"चुनौतियाँ खूब आईं ।
संकट भी अनेक आए ।
कोरोना के कारण दुनिया में supply chain को लेकर अनेक बाधाएं भी आईं, लेकिन,
हमने हर संकट से नए सबक लिए ।"
- पीएम श्री @narendramodi .#MannKiBaat pic.twitter.com/cYb6ZwVTSz
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) December 27, 2020
અનેક પડકાર આવ્યા, સંકટ આવ્યા, પણ દરેક સંકટથી નવો પાઠ ભણ્યા
પીએમ મોદીએ કહ્યું કે પડકારો ખુબ આવ્યા, સંકટ પણ અનેક આવ્યા, કોરોનાના કારણે દુનિયામાં સપ્લાય ચેનને લઈને અનેક વિધ્નો આવ્યા. પરંતુ આપણે દરેક સંકટથી નવો પાઠ ભણ્યા. દેશમાં નવું સામર્થ્ય પણ પેદા થયું. જો શબ્દોમાં કહેવું હોય તો આ સામર્થ્યનું નામ છે 'આત્મનિર્ભરતા'. ફરીથી અભિનવજીના પત્રનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કહ્યું કે તેમણે પત્રમાં લખ્યું છે કે હવે ત્યાંના અનેક દુકાનદાર કસ્ટમર્સને એમ બોલીને રમકડાં વેચી રહ્યા છે કે સારાવાળા ટોય છે, કારણ કે તે ભારતમાં બન્યા છે, મેડ ઈન ઈન્ડિયા છે. ગ્રાહકો પણ ઈન્ડિયા મેડ ટોયની માગણી કરી રહ્યા છે. આ જ તો છે એક વિચારમાં કેટલું મોટું પરિવર્તન, આ જ તો છે જીવતો જાગતો પુરાવો. દેશવાસીઓની સોચમાં કેટલું મોટું પરિવર્તન આવી રહ્યું છે અને તે પણ એક વર્ષની અંદર. આ પરિવર્તનને આંકવું સરળ નથી. અર્થશાસ્ત્ર પણ તેને પોતાના માપદંડો પર તોલી શકે નહીં.
ABC – आत्मनिर्भर भारत चार्ट..#MannKiBaat #AatmaNirbharBharat pic.twitter.com/Y4dysfwE5F
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) December 27, 2020
ABC- આત્મનિર્ભર ચાર્ટ
વિશાખાપટ્ટનમના વેંકટજીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વેંકટજીએ કસમ ખાધા છે કે તેઓ એ જ પ્રોડક્ટનો ઉપયોગ કરશે જેમાં આપણા દેશવાસીઓની મહેનત અને પરેસવો હોય. તેમણે એ તમામ ચીજોનું આખું લિસ્ટ બનાવ્યું છે જેનો તેઓ દિવસભર ઉપયોગ કરે છે. જેમાં ઈલેક્ટ્રોનિક્સ, સ્ટેશનરી, સેલ્ફ કેર આઈટમ ઉપરાંત અનેક વસ્તુઓ સામેલ છે. વેંકટજીએ કહયું કે આપણે જાણ્યે અજાણ્યે, એવી વિદેશી વસ્તુઓ વાપરીએ છીએ જેના વિકલ્પ ભારતમાં સરળતાથી ઉપલબ્ધ છે. તેમણે આ માટે એબીસી ચાર્ટ પણ બનાવ્યો છે. એબીસીનો અર્થ છે આત્મનિર્ભર ભારત, ABC ચાર્ટ. આ ખુબ રસપ્રદ છે.
Zero effect, zero defect ની સોચ સાથે કામ કરવાનો આ યોગ્ય સમય
પીએમ મોદીએ કહ્યું કે અત્યારનો સમય એ Zero effect, zero defect ની સોચ સાથે કામ કરવાનો એકદમ યોગ્ય સમય છે. આજે વોકલ ફોર લોકલનો નારો ઘરે ઘરે ગૂંજી રહ્યો છે. એવામાં હવે એ સુનિશ્ચિત કરવાનો પણ સમય છે કે આપણા પ્રોડક્ટ્સ વિશ્વસ્તરના હોય. જે પણ ગ્લોબલ બેસ્ટ છે તે આપણે ભારતમાં બનાવીને દેખાડીએ. આ માટે આપણા ઉદ્યોગપતિ સાથીઓએ આગળ આવવાનું છે. સ્ટાર્ટઅપે આગળ આવવાનું છે. હું દેશના મેન્યુફેક્ચરર્સ અને ઈન્ડસ્ટ્રી લીડર્સને આગ્રહ કરું છું, દેશના લોકોએ મજબૂત પગલું ભર્યું છે, મજબૂત પગલું આગળ વધાર્યું છે. સાથીઓ આપણે વોકલ ફોર લોકલની ભાવના જાળવી રાખવાની છે, બચાવી રાખવાની છે, અને આગળ વધતા રહેવાનું છે.
आप हर साल new year resolutions लेते हैं, इस बार एक resolution अपने देश के लिए भी जरुर लेना है...#MannKiBaat #Vocal4Local pic.twitter.com/gplXeK6WZk
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) December 27, 2020
દેશ માટે આ વર્ષે એક સંકલ્પ લો
પીએમ મોદીએ કહ્યું કે તમે દર વર્ષે નવા વર્ષ માટે સંકલ્પ લો છે. આ વખતે એક સંકલ્પ આપણા દેશ માટે પણ જરૂર લેવાનો છે. મેં પહેલા પણ કહ્યું છે અને ફરીથી દેશવાસીઓને આગ્રહ કરીશ. તમે એક એવી સૂચિ બનાવો, દિવસ ભર આપણે જે પણ ચીજો ઉપયોગમાં લઈએ છીએ તે તમામ ચીજોની સમીક્ષા કરો, અને જુઓ કે અજાણતા કઈ વિદેશી વસ્તુઓએ આપણા જીવનમાં પ્રવેશ કર્યો છે. એક પ્રકારે આપણને બંદી બનાવી દીધા છે. તેમના ભારતીય વિકલ્પોની માહિતી ભેગી કરો, અને એ પણ નક્કી કરો, કે આગળ ભારતમાં બનેલા, ભારતના લોકોની મહેનત, પરસેવાથી બનેલા ઉત્પાદનોનો આપણે ઉપયોગ કરીએ.
"इस शहादत ने, हमारी सभ्यता को सुरक्षित रखने का महान कार्य किया ।
हम सब इस शहादत के कर्जदार हैं ।"
- पीएम श्री नरेन्द्र मोदी।#MannKiBaat
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) December 27, 2020
બલિદાનને યાદ કરવાનો દિવસ
પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં આતંકીઓથી, અત્યાચારીઓથી, દેશની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, સભ્યતા, આપણા રીતિ રિવાજોને બચાવવા માટે કેટલા મોટા મોટા બલિદાન આપવામાં આવ્યા છે. આજે તેમને યાદ કરવાનો દિવસ છે. આજના જ દિવસે ગુરુ ગોવિંદ સિંહજીના માતાજી માતા ગુજરીએ પણ શહાદત આપી હતી. દીવાલમાં ચણાઈ જતી વખતે, પથ્થર મૂકાતા રહ્યા, દીવાલો ઊચી થતી રહી, મોત સામે મંડરાઈ રહ્યું હતું પરંતુ આમ છતાં તેઓ ટસના મસ ન થયા. આજના જ દિવસે ગુરુ ગોવિંદજીના પુત્રો સાહિબજાદે જોરાવર સિંહ અને ફતેહ સિંહને દીવાલમાં ચણી નાખવામાં આવ્યા હતા. અત્યાચારીઓ ઈચ્છતા હતા કે સાહિબજાદે પોતાની આસ્થા છોડી દે, મહાન ગુરુ પરંપરાની શીખ છોડી દે. પરંતુ આપણા સાહિબજાદોએ આટલી ઓછી ઉંમરમાં પણ ગજબનું સાહસ દેખાડ્યું, ઈચ્છાશક્તિ દેખાડી. લગભગ એક અઠવાડિયા પહેલા શ્રી ગુરુ તેગ બહાદુરજીનો પણ શહાદતનો દિન હતો. મને અહીં દિલ્હીમાં, ગુરુદ્વારા રકાબગંજ જઈને ગુરુ તેગ બહાદુરજીને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો, માથું ટેકવાનો અવસર મળ્યો. આ શહાદતે આપણી સભ્યતાને સુરક્ષિત રાખવાનું મહાન કાર્ય કર્યું. આપણે બધા આ શહાદતના કરજદાર છીએ. આ શહાદતે સંપૂર્ણ માનવતાને, દેશને નવી શીખ આપી. આવી જ અનેક શહાદતોએ ભારતના આજના સ્વરૂપને બચાવી રાખ્યું છે. જાળવી રાખ્યું છે. શ્રીગુરુ તેગબહાદુરજી, માતા ગુજરીજી, ગુરુ ગોવિંદ સિંહજી અને ચારેય સાહિબજાદોની શહાદતને નમન કરું છું.
"मेरे प्यारे देशवासियो, अब मैं एक ऐसी बात बताने जा रहा हूँ, जिससे आपको आनंद भी आएगा और गर्व भी होगा ।
भारत में Leopards यानी तेंदुओं की संख्या में, 2014 से 2018 के बीच, 60 प्रतिशत से अधिक की बढ़ोतरी हुई है ।"
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) December 27, 2020
ભારતમાં Leopards ની સંખ્યા વધી
પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં Leopards એટલે દીપડાની સંખ્યામાં 2014 થી 2018ની વચ્ચે 60 ટકાથી વધુનો વધારો થયો છે. આ એ જ Leopards છે જે અંગે જીમ કોરબેટે કહ્યું હતું કે જે લોકોએ Leopards ને પ્રકૃતિમાં સ્વછંદ રીતે ફરતા નથી જોયા, તેઓ તેમની ખુબસુરતીની કલ્પના પણ ન કરી શકે. તેમના રંગોની સુંદરતા અને તેની ચાલની મોહકતાનો અંદાજ ન લગાવી શકે. દેશના મોટા ભાગના રાજ્યોમાં ખાસ કરીને મધ્ય ભારતમાં તેમની સંખ્યા વધી છે. સૌથી વધુ વસ્તીવાળા રાજ્યોમાં મધ્ય પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. આ એક મોટી ઉપલબ્ધિ છે. Leopards આખી દુનિયામાં વર્ષોથી જોખમોનો સામનો કરતા આવ્યા છે. દુનિયાભરમાં તેમના habitat ને નુકસાન થયું છે. આવા સમયે ભારતે તેમની સંખ્યામાં સતત વધારો કરીને વિશ્વને એક રસ્તો દેખાડ્યો છે.
"देशभर में कोरोना के इस समय में, टीचर्स ने जो innovative तरीके अपनाये, जो course material creatively तैयार किया है, वो online पढ़ाई के इस दौर में अमूल्य है।"
- पीएम श्री @narendramodi.
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) December 27, 2020
જૂનૂન અને દ્રઢનિશ્ચય બે એવી વસ્તુઓ છે જેનાથી દરેક લક્ષ્ય મેળવી શકાય
પીએમ મોદીએ કહ્યું કે જૂનૂન અને દ્રઢનિશ્ચય એ બે એવી વસ્તુઓ છે જેનાથી લોકો દરેક લક્ષ્ય મેળવી શકે છે. તેમના માટે કોઈ પણ પડકાર મોટો નથી. કઈ પણ તેમની પહોંચથી દૂર નથી. જ્યારે હું ભારતના યુવાઓને જોઉ છું ત્યારે પોતાને આનંદિત અને આશ્વસ્ત મહેસૂસ કરું છું. કારણ કે મારા દેશના યુવાઓમાં Can Do નો Approach છે અને Will Do ની Spirit છે. પીએમ મોદીએ તામિલનાડુના ટીચર હેમલતા એન કે ના પણ વખાણ કર્યા જેઓ વિડુપુરમમાં એક શાળામાં દુનિયાની સૌથી જૂની ભાષા તમિલ ભણાવે છે. કોરોનાકાળમા તેમણે જે રીતે બાળકોને ભણાવ્યા તે અંગે પીએમ મોદીએ વાત કરી. તેમણે કહ્યું કે દેશભરમાં કોરોનાના આ સમયમાં ટીચર્સે જે ઈનોવેટિવ રીતો અપનાવી જે કોર્સ મટિરિયલ ક્રિએટિવલી તૈયાર કર્યું તે ઓનલાઈન અભ્યાસના આ દોરમાં અમૂલ્ય છે. તેમણે એમ પણ કહ્યું કે હું તમામ શિક્ષકોને આગ્રહ કરું છું કે તેઓ આ કોર્સ મટિરિયલને શિક્ષણ મંત્રાલયના દીક્ષા પોર્ટલ પર જરૂર અપલોડ કરે. જેનાથી દેશના આંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને ખુબ લાભ થશે.
"अगली बार जब आप केसर को खरीदने का मन बनायें, तो कश्मीर का ही केसर खरीदने की सोचें ।
कश्मीरी लोगों की गर्मजोशी ऐसी है कि वहाँ के केसर का स्वाद ही अलग होता है।"
- पीएम श्री @narendramodi.#MannKiBaat pic.twitter.com/msh3qaFubK
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) December 27, 2020
વિલુપ્ત થતી કોરવા ભાષાનો શબ્દકોષ, કેસર પર વાત
પીએમ મોદીએ ઝારખંડની કોરવા જનજાતિના હીરામનજીની પ્રેરણાદાયક વાર્તા પણ શેર કરી તેમણે કહ્યું કે તેમણે 12 વર્ષના અથાગ પરિશ્રમ બાદ વિલુપ્ત થતી કોરવા ભાષાનો શબ્દકોષ તૈયાર કર્યો. આ ઉપરાંત કાશ્મીરના કેસર પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે કેસર સદીઓથી કાશ્મીર સાથે જોડાયેલું છે. કાશ્મીરી કેસ મુખ્ય રીતે પુલવામા, બડગામ અને કિશ્તવાડ જેવી જગ્યાઓ પર થાય છે. આ વર્ષે મેમા, કેસરને Geographical Indication Tag એટલે કે GI ટેગ આપવામાં આવ્યો. કાશ્મીરી કેસર, જમ્મુ, અને કાશ્મીરની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. કેસરને આ ટેગ મળ્યા બાદ દુબઈના એક સુપરમાર્કેટમાં તેને લોન્ચ કરવામાં આવ્યું. હવે તેની નિકાસ વધવા લાગશે. આ આત્મનિર્ભર ભારત બનવાના આપણા પ્રયત્નોને મજબૂતી આપશે. પુલવામાના ત્રાલ શહેરના અબ્દુલ મજીદ વાનીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તેઓ GI Tagged કેસને નેશનલ સેફ્રોન મિશનની મદદથી પમ્પોરના ટ્રેડિંગ સેન્ટરમાં ઈ ટ્રેડિંગ દ્વારા વેચી રહ્યા છે. હવે તમે જ્યારે પણ કેસરની ખરીદીની મન બનાવો તો કાશ્મીરનું જ કેસર ખરીદવાનું વિચારજો.
"गीता की ही तरह, हमारी संस्कृति में जितना भी ज्ञान है, सब, जिज्ञासा से ही शुरू होता है ।
वेदांत का तो पहला मंत्र ही है – ‘अथातो ब्रह्म जिज्ञासा’ अर्थात, आओ हम ब्रह्म की जिज्ञासा करें ।"
- पीएम श्री @narendramodi .
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) December 27, 2020
ગીતા આપણા જીવનના દરેક સંદર્ભમાં પ્રેરણા આપે છે.
બે દિવસ પહેલા જ ગીતા જયંતી ગઈ જે અંગે પીએમ મોદીએ ભાગવદ ગીતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગીતા આપણા જીવનમાં દરેક સંદર્ભમાં પ્રેરણા આપે છે. પરંતુ ગીતાની વિશેષતા એ પણ છે કે તે જાણવાની જિજ્ઞાસાથી શરૂ થાય છે. પ્રશ્નથી શરૂ થાય છે. અર્જૂને ભગવાનને પ્રશ્ન કર્યો, જિજ્ઞાસા કરી, ત્યારે તો ગીતાનું જ્ઞાન સંસારને મળ્યું. પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ગીતા આટલો અદભૂત ગ્રંથ કેમ છે. એટલા માટે કારણ કે તે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણની જ વાણી છે. ગીતાની જેમ જ આપણી સંસ્કૃતિમાં જેટલું પણ જ્ઞાન છે, તે બધુ જિજ્ઞાસાથી શરૂ થાય છે. વેદાંતનો પહેલો મંત્ર જ એ છે કે अथातो ब्रह्म जिज्ञासा એટલે કે આઓ પામે બ્રહ્મની જિજ્ઞાસા કરીએ. જ્યાં સુધી જિજ્ઞાસા છે ત્યાં સુધી જીવન છે. આ જિજ્ઞાસા માટે તેમમણે તામિલનાડુના શ્રી ટી શ્રી નિવાસાચાર્ય સ્વામિજીનું પણ ઉદાહરણ રજુ કર્યું. તેઓ 92 વર્ષના છે. આ ઉંમરમાં પણ કોમ્યુટર પર પોતાનું પુસ્તક લખી રહ્યા છે. તે પણ પોતે જાતે ટાઈપ કરીને. તેમણે કહ્યું કે આપણે ક્યારેય એ ન વિચારવું જોઈએ કે આપણે નહીં શીખી શકીએ. કે આગળ નહીં વધી શકીએ. તમે પણ જીવનમાં મહેસૂસ કર્યું હશે કે જ્યારે આપણે સમાજ માટે કઈક કરીએ છીએ તો ઘણું બધુ કરવા માટે ઉર્જા સમાજ આપણને પોતે જ આપે છે.
"जिज्ञासा की ऐसी ही उर्जा का एक उदाहरण मुझे पता चला, तमिलनाडु के बुजुर्ग श्री टी श्रीनिवासाचार्य स्वामी जी के बारे में !"
- पीएम श्री @narendramodi .
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) December 27, 2020
કચરો ન ફેલાવવાનો સંકલ્પ
પીએમ મોદીએ આ સાથે એમ પણ કહ્યું કે આપણે એવો પણ સંકલ્પ લેવો જોઈએ કે આપણે કચરો ફેલાવીશું નહીં. તેમણે કહ્યું કે આપણે દેશને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી પણ મુક્ત કરાવવાનો છે. આ પણ 2021ના સંકલ્પોમાંથી એક છે. આ સાથે જ તેમણે નાગરિકોને ઈસુના નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે